મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ


SHARE







મોરબીની રામકો વીલેજ સોસાયટીમાંથી નોકરીએ જવા નીકળેલ યુવાન ગુમ

મોરબી નજીક આવેલ રામકો વીલેજ સોસાયટીમાં રહેતો યુવાન તેના ઘરેથી નોકરીએ જવા માટે નીકળ્યો હતો જો કે, ત્યાર બાદ તે ગુમ થઈ ગયેલ છે અને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવાનની પત્નીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેથી પોલીસે અને પરિવારના લોકો ગુમ થયેલા યુવાનને શોધી રહ્યા છે

મોરબી ઘૂટું રોડ પર આવેલ રામકો વીલેજ સોસાયટીમાં હાલમાં રહેતા મૂળ ઓટાળાના રહેવાસી સોનલબેન નવીનભાઈ ઘોડાસરા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયેલ હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, રવાપર નદી ગામની સીમમાં બાથકો સેનેટરીના કારખાનામાં તે અને તેના પતિ નવીનભાઈ નારણભાઇ ઘોડાસરા (35) મજુરી કામ કરતાં હતા અને તા.૧૯/૧૧/૨૦૨૫ ના રોજ ફરિયાદીને મજા ન હતી જેથી તેને કામમાં રજા લીધી હતી જો કે તેના પતિ સવારના સાડા સાતેક તેના પતિ નાસ્તો કરીને કારખાને નોકરીએ જવા માટે નીકળ્યા હતા ત્યાર બાદ સવારના સાડા નવેક વાગ્યે સોનલબેનને તેના ભાઈ કલ્પેશભાઈનો કારખાનેથી ફોન આવ્યો હતો કે, બનેવી હજુ કામ આવેલ નથી. ત્યાર બાદ તેની વતનમાં તેમજ સોસાયટીમાં શોધખોળ શરૂ કરી હતી અને તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. અને કોઈ જગ્યાએથી નવીનભાઈ ઘોડાસરાનો પત્તો લાગ્યો ન હતો જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે






Latest News