મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું


SHARE







મોરબી મહાપાલિકામાં રૂષભનગર સોસાયટીની મહિલાઓએ 9 કલાક રામધૂન બોલાવી પછી તુર્તજ પાણી આપવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું

મોરબીની રૂષભનગર સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સ્થાનિક લોકો સવારે 11 વાગ્યે રજૂઆત કરવામાં આવેલ હતા જો કે, અધિકારી આપેલ ખાતરી પછી મહિલાઓ સહિતના લોકોને સંતોષ ન થતાં મહિલાઓ સહિતના લોકો સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકામાં જ બેઠા હતા અને રામધૂન ચાલુ રાખી હતી જો કે, પાણી એકાંતરા આપવાની અને સમયસર આપવાની વધુ એક વખત ખાતરી આપતા લોકો આંદોલન સમેટીને ઘરે રવાના થયા હતા.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઋષભનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી પાઇપલાઇન મારફતે પૂરતા પ્રમાણમાં અને નિયમિત મળતું ન હતું જેથી કરીને સવારે 11 વાગ્યે મહાપાલિકા કચેરી ખાતે વાજતે ગાજતે રેલી લઈને આવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા અને આ રેલી મહાપાલિકાની કચેરી ખાતે પહોંચી ત્યારે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી મહિલાઓએ કચેરીમાં રામધૂન બોલાવી હતી અને ત્યાર બાદ ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ રજૂઆત કરવા માટે આવેલા લોકોને સાંભળીને તેઓને એકાંતરા પાણી માટે તેવી ખાતરી આપી હતી જો કે, લોકોને તે ખાતરીથી સંતોષ ન હતો જેથી કરીને મહિલાઓ સહિત મહાપાલિકા કચેરી ખાતે જ રોકાયા હતા અને બપોરે ત્યાં જ કચેરીના પટાંગણમાં ભોજન કર્યું હતું. ત્યાર બાદ સાંજના 7 વાગ્યા સુધી મહાપાલિકા કચેરીએ રોકાયા હતા જેથી અધિકારી રાતે તેઓને પાણી આપવાની ખાતરી આપી હતી અને તેમનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાય તેના માટે ઝડપથી કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી જેથી સ્થાનિક લોકો આંદોલન પૂરું કરીને ઘરે રવાના થયા હતા.






Latest News