મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર નવા સાદુળકા ગામ પાસે આવેલ હોટલ સામેથી ત્રીપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા ત્રણ પૈકીના બે યુવાનના મોત નીપજયાં હતા જ્યારે એક યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાનું લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ જુવાનસિંહ રાવત (26)એ ટ્રક નંબર જીજે 3 બીઝેડ 9417 માં ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 19/11 ના રાત્રીના 11:30 વાગ્યાના બાઈક નંબર જીજે 3 એફજી 3228 લઈને અમિતકુમાર રમેશકુમાર વિશ્વકર્મા તથા તેની સાથે બાઈક ઉપર શિવરામ ભેરુસિંહ ભાભર અને અલ્કેશ કૈલાશભાઈ સરિયામ ત્રણે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોદય હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ત્રીપલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઇક ચાલક અમિતકુમાર વિશ્વકર્મા તથા શિવરામ ભાભરને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંને યુવાનના મોત નીપજયાં હતા જ્યારે અલ્કેશભાઇને પગમાં અને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.









