મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લેતા સર્જાયેલ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને દવાખાને ખસેડાયો હતો.મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ વિશાલ ફર્નિચરની સામેના ભાગે વાહન અકસ્માત થયો હતો.જેમાં કાર ચાલકે બાઈક સવાર મનસુખભાઈ મેઘજીભાઈ પરમાર (૪૭) રહે.બીલીયા તા.મોરબીને હડફેટ લીધા હોય ઈજા પામેલ મનસુખભાઈ પરમારને અત્રે સિવિલે ખસેડાયા હતા.બનાવ સંદર્ભે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પાસે આવેલ રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન શિવલાલભાઈ મહેશ્વરી નામના ૯૧ વર્ષના વૃદ્ધાને અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા તેઓ ઝૂલતાપુલ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામ્યા હોય સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના ઢુવા ગામ પાસે માટેલ રોડ ઉપર થયેલા વાહન અકસ્માતમાં પગના ભાગે ઇજા થવાથી રામબિહારી સુરજનાથ ચૌધરી રહે.રેસી સેનેટરી માટેલ રોડ નામના ૩૮ વર્ષના યુવાનને અત્રે શિવમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
બાઈક-રીક્ષા અકસ્માત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મેલડી માતા મંદિર નજીક ઢાળ પાસે રીક્ષાના ચાલકે બાઈકને ઠોકર મારી હતી.જે બનાવમાં સાજન જેન્તીભાઈ ધોળકિયા (૨૬) અને હિતેશ દેવજીભાઈ પરમાર (૧૮) રહે.વીસીપરાને ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી સામાકાંઠે માળિયા ફાટક પાસે વાહન સ્લીપ થવાના બનવામાં જમણા હાથે ઇજા થતાં દેવજીભાઈ રૂપાભાઈ પરમાર (૪૫) રહે. ઇન્દિરાનગરને સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સ્ટાર આર્કેડ પાસેની લીમડા વાળી શેરીમાં રહેતો જય કિશોરભાઈ કોયાણી નામનો ૨૫ વર્ષના યુવાન લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં બાઈક સાથે કૂતરું અથડાતા પડી ગયો હોય તેને જમણા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો.
યુવાન સારવારમાં

માળિયા મીંંયાણા ખાતે રહેતા સિકંદરભાઈ સધવાણી નામનો ૪૩ વર્ષનો યુવાન મોરબીના જેતપર રોડ પાવળીયારી નજીક હતો ત્યાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધારદાર હથીયાર વડે તેને ઇજા પહોંચાડવામાં આવતા જેતપર પીએસસી ખાતે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે નોંધ થતા તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત બનાવ બનતા અમન હસનભાઈ કટીયા (ઉમર ૨૦) રહે.વીસીપરાને ઇજા થઈ હોય સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.જ્યારે મોરબીની પીપળીયા ચોકડીથી જામનગર જતા રસ્તે સાગર માલા હાઇવે ઉપર અજાણ્યા બાઈકના ચાલકે હડફેટ લેતા લાકડા કાપવા માટે જઈ રહેલા ચિલાનાથ સદાનાથ પરમાર રહે.મકનસર વાદીપરાસવિસ્તાર ને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ખસેડાયો હતો.

તેમજ મોરબીના રંગપર ગામ પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટ લેતા કરણસિંહ પરમાર (૨૧) રહે.હાલ મોરબી મૂળ મધ્યપ્રદેશ ને ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના જેતપર રોડ કજરીયા કારખાનું લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પકીવારના વિકીભાઈ સુરેશભાઈ કિરાડે (ઉંમર ૧૩) નામના બાળકનો હાથ મશીનમાં આવી ગયો હોય ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો ! અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના ચંદ્રસિંહ પઢિયાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News