ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
SHARE
ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
ટંકારા તાલુકાની પી.એમ.શ્રી. સજનપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું પ્રાથમિક વિભાગનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન બી.આર.સી. ભવન ટંકારા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29 કૃતિઓ રાખવામા આવી હતી અને તાલુકાની અન્ય શાળાઓના બાળકો, શિક્ષકો તેમજ ગ્રામજનોએ આ પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ નથુભાઈ કડીવારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. અને આ તકે કૃતિઓ રજૂ કરનાર અને ભાગ લેનાર તમામ શાળાઓને શિલ્ડ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અને બાળકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હત. આ પ્રદર્શનના આયોજન માટે ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર અને સમગ્ર બી.આર.સી. ભવન ટીમ તેમજ સજનપર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ સાણજા દ્વારા કરવામાં આવ્યું હતું.