માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ
માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા રણજીતસિંહ મનુભા જાડેજાના પુત્ર મહાવીરસિંહ (હરી) અને પ્રિયાબા અરવિંદસિંહ ગોહિલ (સીદસર, ભાવનઞર) વાળાના લગ્ન તા.૨૭ ના રોજ યોજાયા હતા. જેમા તેઓએ લોકોને પ્રેરણા મળે તેવી અનોખી પહેલ કરી હતી અને નવદંપતીએ ચોરીના ચાર ફેરા ફર્યા પહેલા વૃક્ષારોપણ કર્યું હતું. જો આવી જ રીતે દરેક સારા પ્રસંગમાં વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવે તો હરિયાળી ક્રાંતિ વહેલી આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.