મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બેભાન થઈ જતાં સારવારમાં ખસેડાયેલ સિક્યુરિટી ગાર્ડનું મોત


SHARE











મોરબી નજીક કારખાનામાં બેભાન થઈ જતાં સારવારમાં ખસેડાયેલ સિક્યુરિટી ગાર્ડનું મોત

મોરબી નજીકના ઘૂટું ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આધેડ ફરજ ઉપર હતા ત્યારે આશરે દસેક વાગ્યાના અરસાના તે બેભાન થઈ જતા તેને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામની સીમા આવેલ કોરલ ટાઇલ્સ યુનિટ-1 ની લેબર કોલોનીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા રાજુભાઈ રામમિલન વિશ્વકર્મા (50) નામના આધેડ તા. 24/11 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કામ ઉપર હતા દરમિયાન તે અચાનક બેભાન થઈ જતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની પુષ્પાબેન શારદાપ્રસાદ વિશ્વકર્મા (61) રહે. મૂળ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂનો આથો ઝડપાયો

માળીયા મિયાણામાં આવેલ માલાની શેરીમાં રહેતા ફારૂક દિલાવર જેડાના કબજા વાળા મકાનની ઓરડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી મોસીનભાઈ આદમભાઈ માલાણી (35) રહે. માલાણી શેરી માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને રેડ દરમિયાન બીજો આરોપી ત્યાં હાજર ન હોવાથી બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News