વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE









વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ રોલસ્ટાર સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતા મુલાયમસિંહ ઉત્તમસિંહ લોધી (27) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેણે કોઈ પણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

એસિડ પી લેતા સારવારમાં

રાજકોટમાં સાત હનુમાન પાસે રહેતા દેવાભાઈ રવજીભાઈ વાઘેલા (35) નામના યુવાને મોરબીમાં માળિયા ફાટક નજીક એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

હળવદના દેવળીયા ગામે રહેતા મંજુબેન શાયરભાઈ નાડીયા (40) નામના મહિલા ઘર પાસે હતા ત્યારે ત્યાં બાઇક ચાલાકે તેને હડફેટે લેતા મહિલાના પગનું કાંડુ ભાગી ગયું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News