મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

રાજકોટથી આમરણ દર્શન કરવા જતાં દંપતીને નડ્યો અકસ્માત: બુલેટને કાર ચાલકે હડફેટે લેતા મહિલાના હાથની આંગળી કાપાઈ, યુવાન પણ ઇજાગ્રસ્ત


SHARE













રાજકોટથી આમરણ દર્શન કરવા જતાં દંપતીને નડ્યો અકસ્માત: બુલેટને કાર ચાલકે હડફેટે લેતા મહિલાના હાથની આંગળી કાપાઈ, યુવાન પણ ઇજાગ્રસ્ત

ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જબલપુર ગામના પાટીયા પાસેથી દંપતી બુલેટ ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે ગાયોનું ટોળું આડું આવતા યુવાને તેનું બુલેટ ધીમું કર્યું હતું ત્યારે પાછળથી આવી રહેલ કાર ચાલકે બુલેટને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી અને તેની પત્નીને કાંડામાં ફ્રેક્ચર તથા જમણા હાથની આંગળી કપાઈ જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

રાજકોટમાં આવેલ પ્રિયદર્શન સોસાયટી શેરી નં-6 માં રહેતા વિજયભાઈ કિશોરભાઈ ચૌહાણ (31)એ કાર નંબર જીજે 36 એસી 4321 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23/10 ના રોજ બપોરના 12:00 વાગ્યાના અરસામાં તેઓ પોતાના પત્ની ગાયત્રીબેનને પોતાના બુલેટ નંબર જીજે 3 એમક્યુ 1994 માં બેસાડીને રાજકોટથી આમરણ દર્શન કરવા માટે થઈને જતા હતા ત્યારે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ જબલપુર ગામના પાટીયા પાસે ખજુરા હોટલ પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે તેઓના બુલેટની આડે ગાયોનું ટોળું આવ્યું હતું જેથી ફરિયાદી તેનું બુલેટ ધીમી કર્યું હતું ત્યારે પાછળથી આવી રહેલ કાર ચાલકે તેની કાર બુલેટમાં અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદીને ઇજાઓ થઈ હતી જ્યારે તેના પત્ની ગાયત્રીબેનને માથામાં તથા શરીરે ઇજા થઈ હતી તેમજ જમણા હાથના કાંડામાં ફેક્ચર અને જમણા હાથની આંગળી કપાઈ જવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગારની ત્રણ રેડ

મોરબીમાં રવાપર રોડ પર ચકિયા હનુમાન પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અમિતભાઈ વિઠ્ઠલભાઈ ખેરડીયા (45) રહે. સનાળા બાયપાસ આનંદનગર મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 900 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જયારે માળિયામાં આવેલ સરકારી હોસ્પિટલ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે વરલીના આંકડા લેતા વલીમહમદભાઈ કરીમભાઈ મોવર (30) રહે. ગેબનશા પીરની દરગાહ પાસે માળિયા મીયાણા વાળો મળી આવતા પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આ ઉપરાંત માળીયા મીયાણામાં રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે અલિયાસભાઈ હુસેનભાઇ ખોડ (24) રહે. મોટી બજાર માળિયા મીયાણા વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.




Latest News