મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે


SHARE









મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ-સલામતી સપ્તાહની ઉજવણી કરાશે

પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર-2025 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું છે જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા ભારત સરકાર દ્વાર પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાને ફળીભૂત કરવા તેમજ વધુમાં વધુ ગ્રાહકો સોલાર રૂફ ટોપ લગાવવા બાબતે અવગત થાય તે માટે જીલ્લામાં બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબી પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યુ છે કે, આગામી તા 8 થી 13 ડિસેમ્બર સુદ્ધિ સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવામાં આવશે ત્યારે મોરબી વર્તુળ કચેરી તાબા હેઠળની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણ,  શાળા/ કોલેજના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝનું આયોજન કરેલ છે તેમજ તા 13 નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવશે. 




Latest News