વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ: મોરબીમાંથી 150 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ
SHARE
વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ: મોરબીમાંથી 150 લિટર દેશી દારૂ સાથે મહિલા પકડાઈ
વાંકાનેરના સિટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજીના ગ્રાઉન્ડ પાસે રેલવે પાટાની નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,070 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર આવેલ અમરસિંહજી ગ્રાઉન્ડ રેલવે પાટા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જુમાભાઇ સલેમાનભાઈ રફાઈ (23), અશરફભાઈ કરીમભાઈ રફાઈ (28), કાસમભાઈ સલીમભાઈ બસેર (24), અકબરભાઈ મુસાભાઇ માજોઠી (25) અને જુનેદભાઈ ગફારભાઈ માંડવીયા (27) રહે. બધા વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 10,070 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
150 લિટર દેશી દારૂ
મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની સામેના ભાગમાં રહેતી મહિલાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતણો દારૂ કબ્જે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (38) રહે. વૈભવ હોટલની સામે લખધીરપુર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કિશોરભાઈ કોળી રહે. વેજીટેબલ રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









