કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ માળિયા (મી)ના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા હાઈવે પર રામગઢના પાટીયા પાસે અકસ્માત: પાંચ વૃધ્ધો સારવારમાં


SHARE







મોરબી-માળીયા હાઈવે પર રામગઢના પાટીયા પાસે અકસ્માત: પાંચ વૃધ્ધો સારવારમાં

મોરબીના માળીયા હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પાંચેક લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કાનાભા આલાભા ગઢવી (81) રહે. મધુવન સોસાયટી ત્રાજપર પાસે મોરબી-2, ભલાભાઈ આલાભાઈ જામંગ ગઢવી (65) રહે. ખડીયાવાસ લીલાપર રોડ, રાણાભાઈ આલાભાઈ ગઢવી (76) રહે. ખડીયાવાસ, દિલાભાઈ નારણભાઈ ગઢવી (62) રહે. વીસીપરા અને જીલુભા ગઢવી (62) રહે. યમુનાનગર નવલખી રોડને ઈજાઓ થતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડીયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એલ.આર. ચૌહાણે તપાસ કરી હતી. માળીયા હાઈવે રામગઢના પાટીયા પાસે અકસ્માત બનાવ બન્યો હતો.

યુવાન સારવારમાં
 મોરબીના પીપળી ગામ પાસેના સદગુરૂ સ્ક્રેપ નજીક રહેતા રાજેશભાઈ કેકડીયા બોલેરો કારમાંથી નીચે પડી જતા ઈજા પામેલ હોય તેને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

જયારે છાત્રાલય રોડે બાઈકમાંથી નિચે પડી જતા હસમુખરાય નીમચંદભાઈ મહેતા (82) રહે. પંચવટી સોસાયટી શનાળા રોડને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. પંચાસર રોડ ગીતા ઓઈલ મીલ નજીક રહેતા તાનીયાબેન તૌફીકભાઈ શેખ નામની 22 વર્ષીય યુવતી તેઓના ઘેર કોઈ કારણોસર ફિનાઈલ પી ગયેલ હોય સારવાર માટે સિવિલે ખસેડાયેલ. જેથી એ ડીવીઝન પોલીસ મથકના ડી.એ. જાડેજાએ નોંધ કરી તપાસ કરી હતી.
 હળવદ રોડ ઉંચી માંડલ પાસેની સીરામીક કંપનીના કવાટરમાં રહેતો અભિષેક રામશંકર યાદવ (24) નામનો યુવાન પણ ફિનાઈલ પી જતા તેને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.

મારામારીમાં ઈજા
 મોરબી સર્કીટ હાઉસની પાસે લાકડી વડે થયેલ મારામારીમાં ઈજા થતા રાજેશ ભુદરભાઈ (45) રહે. જેતપરને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે બેલા ગામે ખોખરા હનુમાન મંદિર પાસે દવા પી જતા સુખરામ કૈલાશભાઈ નામના 30 વર્ષના યુવાનને સિવિલે ખસેડાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહે નોંધ કરી તપાસ કરી હતી.

ઘુંટુ ગામના બ્રીજ નજીક બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ ગાંડાભાઈ લાભુભાઈ ડાભી (57) રહે. સાપકડા તા. હળવદને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.  નવલખી રોડ વિજયનગર વિસ્તારમાં રહેતા રાજુ રમેશભાઈ આંત્રેસીયા નામના 22 વર્ષના યુવાને ઘરે કબાટમાં માથુ અથડાવતા સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો. હળવદના રણછોડગઢ ગામે ઘરેથી બાઈકમાં બેસીને વાડીએ જઈ રહેલા વજીબેન મનસુખભાઈ નામના મહિલા વાહનમાંથી નીચે પડી જતા સારવાર માટે લઈ જવાયા હતા.

જયારે બાઈક લઈને જઈ રહેલા ધર્મેન્દ્ર પ્રભુભાઈ બાવરવા (40) રહે. વૈભવનગર શનાળા રોડના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ધર્મેન્દ્રભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ માળીયા હાઈવે ટીંબાવાળી મેલડી માતા મંદિર નજીક બાઈક સ્લીપ થઈ જતા શૈલેષભાઈ ભુદરભાઈ વિડજા (46) રહે. ખોડીયાર સોસાયટી ઈન્દીરાનગર સામાકાંઠે મોરબી-2ને સારવારમાં લઈ જવાયા હોય પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી તપાસ કરી હતી






Latest News