વાંકાનેરમાં સગીરાનું અરહરણ કરનાર પકડાયો
SHARE
વાંકાનેરમાં સગીરાનું અરહરણ કરનાર પકડાયો
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા સમય પહેલા બદકામના ઇરાદે સગીરાનું અપહરણ થયેલ હતુ.જે ગુનામાં નાસતા ફરતા ઇસમને પોલીસે પકડી પાડેલ છે.
વાંકાનેર સીટી વિસ્તારમાંથી સગીરવયની દિકરીનું કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને અપરહરણ કરી ગયેલ હોવા અંગે પોલીસ ફરીયાદ નોંધાવાયેલ હતી.આ ગુનામાં સંડોવાયેલ વિજયભાઇ બકાભાઇ સીંધવ સરાણીયા (ઉ.વ.૧૯) રહે.ઢુવા માન સરોવર હોટલ પાસે જી.મોરબી હાલ રહે.નર્સરી ચોકડી પાસે ઝુંપડામા વાંકાનેર જી.મોરબી વાળો લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયેલ હોવાનું તપાસમાં સામે આવતા આરોપીને તાત્કાલીક પકડી પાડવા એસપી મુકેશ પટેલ દ્વારા સુચના થયેલ હોય ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઇ એચ.એ.જાડેજા તથા પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનીકલ સોર્સ તેમજ બાતમીમે આધારે આરોપી વિજયભાઇ બકાભાઇ સીંધવને અમદાવાદથી પકડી પાડવામાં આવ્યો હતો.આ કામગીરી સ્ટાફના જનકભાઈ મારવણીયા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, યશપાલસિંહ પરમાર, રવીભાઈ લાવડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ તથા હિતેન્દ્રસિંહ ઝાલાએ કરી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ બાપાસીતારામ મઢુલી નજીક બાઇક પાછળથી નીચે પડી જતા અમરીભાઈ કેશુભાઈ ખાંભલા રહે.બરવાળા તા.મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં જોન્સનગર શેરી નંબર-૧૧ માં રહેતા મુન્નીબેન જગાભાઈ પીઠડીયા નામના ૪૨ વર્ષના મહિલાને ધર્મેન્દ્ર ટેક્સટાઇલ્સ નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી ગઢની રાંગ કાપડ બજાર પાસે રહેતા ઈસ્માઈલભાઈ હાજીભાઈ ખુરેશી નામના ૫૭ વર્ષના આધેડ નગર દરવાજા પાસેની જમાદાર શેરીમાં સાયકલમાંથી પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વૃધ્ધ સારવારમાં
મોરબી જેલ ચોક સામે બોરીચા વાસ વિસ્તારમાં રહેતા મોમૈયાભાઇ ટપુભાઈ ડાંગર નામના ૭૬ વર્ષના વૃદ્ધ જેલ ચોક સામેના હનુમાન મંદિર પાસેથી પગપાળા જતા હતા ત્યાં કોઈ બાઇક ચાલકે ટક્કર મારતા ઈજા પામતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી અણીયારી ચોકડી પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઈજા પામતા જયંતિલાલ વરાયાભાઈ બેચરા (૪૧) રહે.સાપેડા કચ્છ ઇજા પામ્યા હોય તેમને અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.તેમજ ચાંચાવદરડાથી જીકીયારી જતા રસ્તે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ધર્મેન્દ્રભાઈ પ્રભુભાઈ બાવરવા (૪૦) રહે. ચાંચાવદરડા તા.માળીયા મીંયાણાને ઇજા મોરબી લવાયા હતા