મોરબીમાં ઘરમાંથી પ્રતિબંધિત 94 ચાઈનીઝ ફીરકી સાથે આરોપીની ધરપકડ
Morbi Today
મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરમાં ફેરફાર
SHARE
મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરમાં ફેરફાર
મોરબીના સંસ્કાર ઇમેજિંગ ખાતે તા.7-12 થી યોજનારી SSY શિબિર હવે તા.14-12 થી યોજાશે.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા.અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે S.S.Y. શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.ગેસ, એસીડીટી, કબજિયાતમાં ફાયદા,વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવે છે.તો શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.શિબિર તા.1412 રવિવારે સાંજે 7 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેઇન રોડ મોરબી ખાતે યોજાશે.જેમાં ભાગ લેવા નવનીત કુંડારિયા મો.98252 24898, ધ્રુવ દેત્રોજા મો.99131 11202 અથવા અંબારામ કવાડીયા મો.98252 63142 પાસે રજીસ્ટ્રેશન કરાવવા યાદીમાં જણાવાયું છે.









