મોરબી જિલ્લામાં પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ
SHARE
મોરબી જીલ્લામાં પરપ્રાંતિય કર્મચારી-શ્રમિકોની પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ
જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/ શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે તેવા તમામ આધાર પુરાવા (ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરે) ફરજીયાત મેળવી પોલીસ સ્ટેશન પાસે વેરીફાઈ કરાવવા માટે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ફેકટરી ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૭ દિવસમાં આપવાની રહેશે. ખાસ કરીને તેઓના ઓળખકાર્ડ/ ચુંટણીકાર્ડ/ ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, મુળ ક્યાંના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં ભરીને આપવાની રહેશે. આ ઉપરાંત ભાડે રહેતા હોય તો તે અંગેની પણ માહિતી આપવાની રહેશે. અને માંગ્યા મુજબની માહિતી રજીસ્ટર/ બાયોડેટાની સીડી તૈયાર કરીને સીટીઝન પોર્ટલમાં (સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ) રજીસ્ટ્રેશન કરાવવી તથા તેની એક હાર્ડ કોપી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ જોગ
નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ સહાય મેળવતા લાભાર્થીઓએ દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોય છે. જે અન્વયે આ યોજનાઓ લાભ લેતા મોરબી શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ આગામી તા ૩૦/૧૨ સુધીમાં સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન અને સાંજે ૩:૦૦ થી ૫:૦૦ દરમિયાન મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. અને હયાતીની ખરાઈ કરાવવા માટે જરૂરી આધાર પુરાવા જેવા કે, ગંગા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના સહાયના હુકમની નકલ, આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુક જેવા જરૂરી સાધનિક કાગળો સાથે લાવવા મોરબી મામલતદાર શહેરની યાદીમાં જણાવાયું છે.