મોરબીના નાની વાવડી નજીક બાઈક ચાલકને હડફેટે લઇ અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઝડપાયા
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાંથી જુગાર રમતા છ ઝડપાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફે ગઈકાલે સાંજે ચારેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી ઘરધણી સહીત જુગાર રમી રહેલા છ ઇસમો પકડાતા રોકડા રૂા.૭૯,૩૦૦ સાથે તમામની ધરપકડ કરવામાં આવી હતી.
મોરબી સીટી એ ડિવિજન પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગરમાં રહેતા દિનેશ કાનજીભાઇ વ્યાસ જાતે તરગાળા (ઉમર ૫૮, ધંધો નિવૃત) ના મકાનમાં જુગટુ ચાલી રહ્યું છે.જેથી કરીને પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ધણી દિનેશભાઈ કાનજીભાઈ વ્યાસ જાતે તરગારા (ઉ.વ.૫૮) ધંધો નિવૃત રહેધર્મનગર મકાન નંબર ૫૭ વાવડી રોડ મોરબી મુળ રહે.મોડપર તા.જી.મોરબી, ભાવેશભાઈ ઉર્ફે વિજયભાઈ પ્રવીણભાઈ સીતાપરા જાતે બ્રાહ્મણ (ઉ.વ.૫૦) ધંધો નિવૃત રહે.પાવનપાર્ક સોસીયટીના ખુણા ઉપર સામાકાંઠે મોરબી-૨ મુળ રહે ટીંબા તા.ગારીયાધાર જી.ભાવનગર, જયંતીલાલ રામજીભાઈ કાવર જાતે પટેલ (ઉ.વ.૪૯) ધંધો નિવૃત રહે. કુબેરનગર શેરી નંબર ૩ મુળ રહે.નાના ભેલા તા.જી.મોરબી, વાલજીભાઈ ડાયાભાઈ રાજપરા જાતે પટેલ (ઉ.વ.૭૦) ધંધો નિવૃત રહે.ઉમા રેસીડન્સી બ્લોક નંબર ૩૮ મહેદ્રનગર ચોકડી પાસે મોરબી-૨ મુળ રહે.ખેવારીયા તા.જી.મોરબી, અમૃતભાઈ કુંવરજીભાઈ જગોદરા જાતે પટેલ (ઉ.વ.૫૪) ધંધો વેપાર રહે. ગાયત્રીનગર શેરી નંબર ૬ વાવડી રોડ મોરબી મુળ રહે.રામપર તા.ટંકારા જી મોરબી, મગનભાઈ માવજીભાઈ ભાડજા જાતે પટેલ (ઉ.વ.૫૮) ધંધો ખેતી રહે.વૈભવલક્ષ્મી સોસાયટી એકતા એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૩ રવાપર રોડ મોરબી મુળ રહે.કુંતાસી તા.માળીયા(મિંયાણા) જી.મોરબી મકાનમાંથી જુગાર રમતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૭૯,૩૦૦ સાથે છએય પતાપ્રેમીઓની જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
માળીયા મિંયાણામાં માલાણી શેરીમાં રહેતો સાજીદ દિલાવરભાઇ મોવર નામનો ૧૮ વર્ષીય યુવાન માળીયા નજીક આવેલ નવજીવન હોટલ પાસેથી કાજરડા જવાના રસ્તેથી બાઈક લઈને જતો હતો ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત સાજીદને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબીના રામચોક પાસે રોડની સાઇડમાં ઉભેલ મનોજ પ્રાણજીવનભાઈ માકાસણા (રહે.પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી-૨) નામના ૩૬ વર્ષીય યુવાનને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત મનોજ માકાસણાને સારવારમાં ખસેડાયો હતો એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.