મોરબીના નાની વાવડી નજીક બાઈક ચાલકને હડફેટે લઇ અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના નાની વાવડી નજીક બાઈક ચાલકને હડફેટે લઇ અકસ્માત સર્જનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા પૃથ્વીરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને નાની વાવડી ગામ તરફથી બગથળા તરફ જતા રસ્તે જતો હતો ત્યાં નાની વાવડી ગામ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે તેના બાઇકને પાછળના ભાગેથી રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૭૨૩ ના ચાલકે હડફેટે લીધું હતું.જેથી કરીને પૃથ્વીરાજસિંહ ઝાલા બાઇક સહિત ફંગોળાતા તેને માથાના ભાગે અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી અને અકસ્માત સર્જીને રિક્ષા ચાલક રિક્ષા લઈને ભાગી છૂટ્યો હતો.સારવાર લીધા બાદ પૃથ્વીરાજસિંહ ઝાલાએ રીક્ષા નંબર જીજે ૩ એયુ ૪૭૨૩ ના ચાલક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરી છે.
છરી સાથે પકડાયો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલી મદીના સોસાયટીમાં રહેતો અનવર ઉર્ફે આરીફ અબ્દુલ પારેડી જાતે મિંયાણા નામનો ૨૫ વર્ષીય ઇસમ મોરબીના જુના રફાળેશ્વર ગામ પાસે આવેલ તળાવ નજીક મોડી રાત્રીના સાડા અગિયારેક વાગ્યે શંરાસ્પદ હાલતમાં આંટાફેરા મારતો હોય તાલુકા પોલીસ સ્ટાફે તેની અંગત ઝડતી લેતા તેની પાસેથી ધારદાર છરી મળી આવતાં તેની અટકાયત કરીને હથિયાર ધારાના ભંગ બદલ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતી નાઝમીનબેન એ.ચાનીયા નામની ૨૦ વર્ષીય યુવતીને રામઘાટ નજીક બાઇકમાં બેસીને જતી હતી તે સમયે બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થતાં નાઝમીનબેન ચાનીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.