મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં બે બુકાનીધારી શખ્સે વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને કરી 7 લાખની લૂંટ: તપાસનો ધમધમાટ


SHARE









હળવદમાં બે બુકાનીધારી શખ્સે વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને કરી 7 લાખની લૂંટ: તપાસનો ધમધમાટ

હળવદના રાણેક્પર રોડ ઉપરથી વેપારી યુવાન રોકડા 7 લાખ રૂપિયા થેલામાં લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે બૂકનીધારી શખ્સો દ્વારા તેને અંતરને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેની પાસેથી રોકડ રૂપિયા ભરેલ થેલો લૂંટી લેવામાં આવેલ હતો અને લૂંટારુઓ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે લુટરૂને પકડવા માટે તાત્કાલિક નાકાબંધી કરાવી હતી અને હવે ભોગ બનેલ વેપારીની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હળવદમાં આવેલ આનંદ બંગલો સોસાયટીમાં રહેતા અને હળવદ માર્કેટ યાર્ડમાં વેપાર કરતાં વેપારી યુવાન રજનીકાંતભાઈ દેથરીયા ગઈકાલે હળવદ માર્કેટયાર્ડ ખાતેથી પરત આવી રહ્યા હતા ત્યારે તેની પાસે થેલામાં રોકડા સાત લાખ રૂપિયા હતા અને તેઓ પોતાના બાઈક ઉપર પોણા આઠેક વાગ્યાના અરસામાં રાણેકપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરવામાં આવ્યા હતા અને તેની આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી ત્યારબાદ તેની પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થેલો લૂંટીને બંને અજાણ્યા શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ બનાવની તાત્કાલિક હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને યુવાન પાસેથી માહિતી મેળવીને લૂંટરૂઓ જે દિશામાં ભાગ્ય હતા તે દિશામાં તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી તેમજ વેપારી યુવાનને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે વેપારી યુવાનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવેલ છે અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવનારા આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.




Latest News