હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબીના લખધીરપુર રોડે રીવેન્ડીંગની દુકાનમાંથી 440 કિલો વાયર, 12 મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત 1.98 લાખના મુદામાલની ચોરી
SHARE
મોરબીના લખધીરપુર રોડે રીવેન્ડીંગની દુકાનમાંથી 440 કિલો વાયર, 12 મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત 1.98 લાખના મુદામાલની ચોરી
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં ન્યુ પટેલ રીવેન્ડીંગ નામની દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને ત્યાં દુકાનમાં રાખવામાં આવેલ 280 કિલો નવો કોપર વાયર, અન્ય સો કિલો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રીક મોટર તેમજ ટ્રાન્સફોર્મર તથા સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત કુલ મળીને 1.98 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ રામકો બંગલો પાછળ ગજાનંદ પાર્ક તુલસીશ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા મનીષભાઈ રામજીભાઈ મેરજા (40)એ અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-4 માં ન્યુ પટેલ રીવાઇડીંગ નામની તેઓની દુકાન આવેલી છે તેને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનનું શટર ઉચ્ચકાવીને નીચેથી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ દુકાનમાંથી ઈલેક્ટ્રીક મોટર રીપેરીંગ માટે રાખવામા આવેલ 280 કિલો નવો કોપરનો વાયર, સબમર્સીબલ મોટરનો નવો 100 કિલો વાયર, કોપર વાયરનો 60 કિલો ભંગાર, 12 ઈલેક્ટ્રીક મોટરની બોડી, એક ઈલેક્ટ્રીક પાવર ટ્રાન્સફર કરવા માટેનું ટ્રાન્સફોર્મર, દુકાનમાં લગાવે સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર આમ કુલ મળીને 1,98,200 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલ વેપારીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









