મોરબીમાં ઓડી ગાડીના ચાલકે રિક્ષા અને બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ અને આધેડ સારવારમાં
SHARE
મોરબીમાં ઓડી ગાડીના ચાલકે રિક્ષા અને બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ અને આધેડ સારવારમાં
મોરબીના કેનાલ રોડ ઉપરથી વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા અને આધેડ રીક્ષા લઈને પસાર થયા હતા ત્યારે ઓડી કારના ચાલકે તે બંને વાહનને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બંનેના વાહનોમાં પણ નુકસાની થયેલ હોય આ બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સહિત ગુજરાતમાં જુદી જુદી જગ્યા ઉપર અવારનવાર હિટ એન્ડ રનના બનાવો બનતા હોય છે તેવામાં મોરબીના કેનાલ રોડ ઉપર ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમા ઓડી ગાડીના ચાલકે બાઈક અને રિક્ષાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ અમીધારા એપાર્ટમેન્ટની પાછળ રાધે પાર્ટી પ્લોટ પાસે રહેતા મહાદેવભાઇ રણછોડભાઈ મારવાણીયા (67)ના બાઇકને હડફેટે લેતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદ શેરી નં-3 માં રહેતા કુરબાનભાઈ પીરભાઈ સુરાણી (55) નામના આધેડ પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા અને તેઓની રિક્ષાને પણ ઓડી ગાડીના ચાલાકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ ત્રિપલ અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેક્ટરમાંથી પડી જતા સારવારમાં
મોરબીના કોઈલી ગામે રહેતા ભુરાભાઈ ચતુરભાઈ પંચાસરા નામનો ૩૨ વર્ષનો યુવાન નેસડા ગામે ટ્રેક્ટર ઉપર કામ કરતો હતો દરમિયાનમાં ટ્રેક્ટરમાંથી પડી ગયો હોય તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ ખાતે રહેતા પરેશભાઈ ગોપાલભાઈ ઉઘરેજા નામનો ૩૩ વર્ષનો યુવાન કોઈ કારણોસર લાતી પ્લોટ વિસ્તારમાં ફિનાઈલ પી ગયો હોય સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો જેથી પોલીસે બનાવની નોંધ કરીને કારણ સંદર્ભે આગળની તપાસ કરી હોવાનું પોલીસ સૂત્ર દ્વારા જણાવાયેલ છે.તેમજ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ બાબુભાઈ કંઝાજારિયા નામનો ૧૫ વર્ષનો સગીર એકટીવામાં બેસીને જતો હતો.ત્યારે રસ્તામાં એકટીવા સ્લીપ થઇ જતા ઇજા પામતા તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.