મોરબીમાં ઓડી ગાડીના ચાલકે રિક્ષા અને બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ અને આધેડ સારવારમાં
મોરબીના શનાળા નજીક ચક્કર આવ્યા બાદ હાર્ટ એટેકથી યુવાનનું મોત
SHARE
મોરબીના શનાળા નજીક ચક્કર આવ્યા બાદ હાર્ટ એટેકથી યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ચક્કર આવતા તે પડી ગયો હતો અને હાર્ટ એટેક જેવી સ્થિતિ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તે યુવાનનું હાર્ટએટેકના કારણે મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવે શ્રીજી એસ્ટેટમાં હાઈટેક એન્જિનિયરિંગ પ્લોટ નં-6 ના કવાર્ટરમાં રહેતા પંકજકુમાર કામેશ્વરસિંગ મહતો (28) નામનો યુવાન પોતાની ઓરડીમાં હતો ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ હોય તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ઊંચાઈએથી પડતા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ શિવમ સરફેસ ઇન્ડિયા લિમિટેડના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો રમેશ દિલીપભાઈ કુશરામ (ઉમર ૨૬) નામનો યુવાન ક્વાર્ટરમાં ઊંચાઈએથી નીચે પડી જતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ બેલા સીએનજી પમ્પ નજીક વાહન અકસ્માત બનાવમાં ઇજા પામેલ જાનાભાઈ કુંડલીકભાઈ કોળી (૩૪) તથા દેવાંશ જાનાભાઈ કોળી (૦૭) રહે.ઘુંટુ તા.મોરબીને અત્રે સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ લાલપર પાસેના પ્રિયા ગોલ્ડ સિરામિક નજીક રહેતા ઉમેશ શ્યામસુંદરભાઈ ભારતી નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના લાલપર પાસે શ્રીજી ગોલ્ડ સિરામિક પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.