મોરબીના શનાળા નજીક ચક્કર આવ્યા બાદ હાર્ટ એટેકથી યુવાનનું મોત
મોરબીના ધરમપુર રોડે છોટા હાથીના ચાલકે હડફેટે લેતા માથામાં ઇજા થવાથી રાહદારી યુવાનનું મોત
SHARE
મોરબીના ધરમપુર રોડે છોટા હાથીના ચાલકે હડફેટે લેતા માથામાં ઇજા થવાથી રાહદારી યુવાનનું મોત
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતો યુવાન પગપાળા ચાલીને ધરમપુર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ ગોવિંદભાઈ ઇન્દરીયા (40) નામનો યુવાન પગપાળા ચાલીને મોરબીના ધરમપુર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટાહાથી ગાડીના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવ્યું હતું અને યુવાનને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી જનાવર કરડી જતા સારવારમાં
ટંકારાના હરબટીયાળી ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી જતા વાઘજીભાઈ મગનભાઈ મેડા નામના ૬૦ વર્ષના વૃદ્ધને તેમજ ટંકારાના જ હડમતીયા ગામે વાડી વિસ્તારમાં પગના ભાગે સાપ કરડી જતાં રાહુલ બાબુભાઈ ભીલ નામના ૧૪ વર્ષના બાળકને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ચરાડવા ગામે ગોપાલનગર દલવાડી વાસ વિસ્તારમાં રહેતા હસુમતીબેન ગિરધરભાઈ મદવાણી નામના ૬૮ વર્ષના વૃદ્ધા ઘરેથી ચરાડવા હોસ્પિટલના કામે જતા હતા ત્યારે રસ્તામાં બાઈકમાંથી પડી જતા તેઓને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રકમાંથી નીચે પડી જતા પુપ્પાલાશિવા અંજનપપુલી વેંગટેશ્વરલુ (૭૩) રહે.આંધ્રપ્રદેશને ઇજા થતાં સારવાર માટે દવાખાને લવાયા હતા.