રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા


SHARE







સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત સમગ્ર ભારત રાષ્ટ્રમાં એકતા પદયાત્રા ચાલી રહી છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ ૨૬ નવેમ્બરે કરમસદથી પ્રારંભેલી અને ૬ ડિસેમ્બરે કેવડિયા એકતાનગર પૂર્ણાહુતિ થનાર ૧૯૦ કિ.મી. ની સરદાર એકતા પદયાત્રા હાલ ચાલુ છે. તેમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ આ પદયાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પણ જોડાયા હતા. આ યુનિટી માર્ચમાં ઠેર ઠેર સરદાર સાહેબ ના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. તેમા આ પદ યાત્રા દરમિયાન શિનોર તાલુકામાં ૫૬૨ રજવાડાઓની સ્મૃતિમાં સરદાર એકતા સ્મૃતિ વન નિર્માણ કરવાના ભાગરૂપે યોજાયેલ વૃક્ષારોપણ માં તેલંગણા ના આગેવાન પ્રેમંદર રેડી સાથે બ્રિજેશ મેરજા એ ભાગ લીધો હતો. મોટા ફોફળવા ગામે ગુજરાતના નામદાર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મંત્રી નરેશ પટેલ, બરંડા સહિત અનેક રાજકીય અને સહકારી અને પંચાયત ક્ષેત્રના મહાનુભાવો આ પદયાત્રામાં સામેલ થયા હતા. એકંદરે આ યુનિટી માર્ચ ખૂબ ઉત્સાહભેર પરિભ્રમણ કરી રહી છે અને લોકો પણ ઉમંગથી ઠેર ઠેર આવકારતા હોય છે. આમ, સરદાર વલ્લભભાઈ પટેલનો એકતાનો સંદેશ અને તેમના જીવન અને કવન લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.






Latest News