મોરબીમાં નવું ફાયર સ્ટેશન બનાવ માટે ભારતનગરમાં દબાણકારોને નોટિસ ફટકારતાં દોડધામ
મોરબી અને હળવદ શહેરમાંથી એક-એક બાઈક ની ચોરી
SHARE
મોરબીમાં ગાંધી ચોક પાસે આવેલ મહાપાલિકા કચેરી પાસેથી બાઈકની ઉઠાંરી કરવામાં આવેલ છે જ્યારે હળવદમાં આવેલ સિધ્ધનાથ સોસાયટીમાં વૃદ્ધના ઘર પાસેથી તેના બાઈકની ચોરી કરવામાં આવેલ છે આ બંને વાહન ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે સમજુબા સ્કૂલ વાડી શેરીમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ રેણુકા (30) એ અજાણ્યા શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં ગાંધી ચોક પાસે મહાપાલિકા કચેરીની દિવાલ નજીક તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 4739 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જ્યારે હળવદમાં સારા રોડ ઉપર આવેલ સિધ્ધનાથ પાર્ક શેરી નંબર 2 માં રહેતા નરસીભાઈ નારણભાઈ ધારિયા પરમાર (62) એ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, સરા રોડ ઉપર આવેલ સિધ્ધનાથ સોસાયટીમાં ફરિયાદીએ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 6 એઆર 2534 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 10,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે