વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરી
SHARE
વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મઢમાં માતાજીના ફોટા ઉપર ચડાવેલ ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ છે જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુળાભાઈ રંગપરા (35)એ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઇ જાદવ રહે. મોટીમોલડી તાલુકો ચોટીલા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢએ આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને ત્યાં માતાજીના ફોટો ઉપર ચડાવવામાં આવેલ 500 ગ્રામ ચાંદીના બે છત્તર ની ચોરી કરીને લઈ ગયેલ છે જેથી 40,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે