વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મઢમાંથી 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરી
મોરબીમાં ત્રણ રેડ: 15 બોટલ દારૂ તથા 12 બીયર કબ્જે, બે આરોપી પકડાયા એકની શોધખોળ
SHARE
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેણાંક મકાનમાં તથા કાલિકા પ્લોટ વિસ્તારમાં અને પીપળી ગામ નજીક દારૂની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં 15 બોટલ દારૂ તથા બીયરના 12 ટીન ઝડપાયા હતા જેથી પોલીસે આરોપીને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ ઢાળ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે રહેતા જયેશભાઈ મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 13 બોટલ તથા 12 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 19,540 ની કિંમતના દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયેશભાઈ કનુભાઈ મકવાણા રહે. શોભેશ્વર રોડ ઢાળ વિસ્તાર હનુમાન મંદિર પાસે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપરથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 979 ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને પોલીસે રોહિત જીવણદાસ દુધરેજીયા (23) રહે. કાલિકા પ્લોટ સાયન્ટિફિક રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબી નજીકના પીપળી ગામે આવેલ શિવ પાર્ક સોસાયટીની સામેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી બીપીનભાઈ હિંમતભાઈ મહેતા (54) રહે. શિવ પાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.