મોરબીમાં ત્રણ રેડ: 15 બોટલ દારૂ તથા 12 બીયર કબ્જે, બે આરોપી પકડાયા એકની શોધખોળ
મોરબી-રાજકોટ રોડ ઉપર કાર-ટ્રક અકસ્માતમાં ત્રણને ઈજા થતા સારવારમાં
SHARE
મોરબી-રાજકોટ રોડ ઉપર કાર-ટ્રક અકસ્માતમાં ત્રણને ઈજા થતા સારવારમાં
મોરબી-રાજકોટ હાઈવે ઉપર અજંતા કલોકની પાસે ગત તા.3ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાઓ થતા શ્યામભાઈ ભાવેશભાઈ ખાંભરા (21), રાજલબેન દેવાભાઈ કરોતરા (20) અને અનિલભાઈ ભગવાનજીભાઈ ખટાણા (18) રહે.ત્રણેય શનાળા તા.જી.મોરબીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.
જયારે હળવદના ઢવાણા ગામની પાસે ગત તા.26/11ના રોજ બાઈક સ્લીપ થઈ જતા ગંભીરપણે ઘવાયેલી હાલતમાં અમીતભાઈ જગદીશભાઈ ઉપેણીયા (25) રહે.હળવદને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જો કે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માત
મોરબી નજીકના લજાઈ ગામે ભીમનાથ મહાદેવ મંદિરના રસ્તે આવેલ સદ્ગુરૂ કંપનીમાં રહીને ત્યાં મજુરી કામ કરતો તિલકરાજસિંહ રંગબહાદુરસિંગ (26) મુળ રહે.મધ્યપ્રદેશ વાળો થોડા દિવસ પહેલા ખરીદી માટે પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા સારવાર માટે અત્રે આયુષમાં ખસેડાયો હતો.
જયારે લખધીરપુર રોડ એન્ટીક સિરામીક પાસે રહેતો સતિષ રઘુવીર અહીરવાલ (22) નામનો યુવાન હરીલાલ કાંટા પાસેથી જતો હતો. ત્યાં વાહન અકસ્માતે ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો.
આધેડ મહિલા સારવારમાં
મુળી તાલુકાના સરા ગામે રહેતા ગીતાબેન રજનીકાંત ભાલોડીયા નામના 50 વર્ષના મહિલા બાઈક પાછળ બેસીને સરા ચોકડી પાસેથી જતા હતા. ત્યાં વાહન સ્લીપ થતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતાં.
જયારે ઉચી માંડલ પાસે આગળના ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ અન્ય ટ્રક અથડાતા ઈજા પામેલ સિતારામ ભાગવતસંગ રાવત (23) રહે રાજસ્થાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. નાનીવાવડી ગામે પુત્રના બાઈકમાં પાછળથી નિચે પડી જતા જયાબેન છગનભાઈ સરડવા (71)ને સારવાર માટે લઈ જવાયા હતાં.
મારામારીમાં ઈજા
જેતપર રોડ પાવડીયારી નજીક અજાણ્યા ઈસમે ધારીયુ મારી દેતા સુમિતભાઈ જયેશભાઈ પાતે (43)ને સારવાર માટે સિવિલે લવાયો હતો. સુરેન્દ્રનગરના રોજાસર ગામનો અવધ મેહુલભાઈ કેકડીયા નામનો આઠ વર્ષનો બાળક બાઈક પાછળ બેસીને જતો હતો. ત્યારે મોરબી-ધ્રાંગધ્રા વચ્ચે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયો હતો.
હળવદના રાણેકપટ ગામે બાઈક ગાયની સાથે અથડાતા ઈજા પામેલા રોહિત દશરથભાઈ બાબરીયા (24)ને તેમજ હળવદની ગીરનારી સોસાયટીમાં મારામારીમાં ઈજા પામેલા તુલજાશંકર લક્ષ્મીશંકર જોષી (54) અને દક્ષાબેન તુલજાશંકરને સારવાર માટે સિવિલે ખસેડાયા હોય બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી









