મોરબી-રાજકોટ રોડ ઉપર કાર-ટ્રક અકસ્માતમાં ત્રણને ઈજા થતા સારવારમાં
મોરબીમાં ઉંચાઈએથી પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીમાં ઉંચાઈએથી પટકાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
હળવદના રાતાભેર ગામે બીમારી સબબ યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે કારખાનાના લેબર કવાટરમાં ઉંચાઈએથી નીચે પટકાયેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજસ્થાન ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુળ રાસ્થાનના બ્યાવર જીલ્લાના દેવપુરા મસુદાનો રહેવાસી શેટુભાઈ જયસિંહ રાવત નામનો 29 વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ પર કેવેન લેમીનેટ કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજુરી કામ કરતો હતો. ગત તા.18-11ના રોજ તે યુનીટના લેબર કવાટરમાં ઉંચાઈ ઉપરથી નીચે પડી જતા ઈજા થતા મોરબીની સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો.
બાદમાં વધુ સારવાર માટે તેને રાજસ્થાનના જોધપુરની હોસ્પીટલમાં સારવાર માટે એડમીટ કરાયો હતો. જેનું સારવાર દરમ્યાન તા.1-12ના રોજ મોત નિપજયું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
જયારે હળવદના રાતાભેર ગામના ઓધવજીભાઈ તુરાભાઈ કોળી (ઉ.47) નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો જેનું બીમારી સબબ મોત નિપજતા મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલે ખસેડાયો હતો. બનાવને પગલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના એસ.કે. બાલાસરાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.
બાળક સારવારમાં
હળવદના સરંભડા ગામે રહેતો પાર્થ લક્ષ્મણભાઈ ભરવાડ નામનો 13 વર્ષનો બાળક પિતાના બાઈક પાછળ બેસીને ગલીમાં વાડી વિસ્તારમાં જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જયારે ધ્રાંગધ્રાના રામપરા ગામે કોળીવાસમાં રહેતો ઘનશ્યામ ખીમાભાઈ કોળી નામનો 46 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન કુતરા સાથે અથડાતા અકસ્માતે ઈજા થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
હળવદના સાપકડા ગામનો વિનોદભાઈ ગજાભાઈ ડોડીયા નામનો 37 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થઈ જતા સારવાર માટે મોરબી ખસેડાયો હતો. તેમજ ટંકારાની લજાઈ ચોકડી પાસે ટુ વ્હીલર સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલ દિલાવરસિંહ જગદીશસિંહ ઝાલા (33) રહે. નસીતપર તા.ટંકારાને અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
મહીલા સારવારમાં
મોરબી સામાકાંઠે માળીયા ફાટક પાસેની વસુંધરા હોટલ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલા રાભીયાબેન ગફારભાઈ મુનેરા (ઉ.51) રહે. કાંતિનગર માળીયા ફાટકની પાસેને સારવાર માટે અત્રે આયુષ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયા હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જયારે નવા સાદુળકા ગામે રહેતા પ્રાણજીવનભાઈ રણછોડભાઈ પાંચોટીયા (54) બાઈક લઈને જતા હતા ત્યારે ગામના ઝાંપા પાસે વાહન સ્લીપ થઈ જતા સારવાર માટે સાગર હોસ્પીટલે ખસેડાયા હતા.
જયારે મોરબીના સામાકાંઠે રીક્ષા ચાલક સાથે માથાકૂટ કરી નુકશાની કરી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરવા અંગે નોંધાયેલ ફરીયાદમાં એસસી એસટીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ પ્રભુભાઈ ઉર્ફે ઉદય બાબુભાઈ સુરેલા કોળી (38) રહે. 555 નળીયાના કારખાનાની ઓરડીમાં ભડીયાદ રોડ સામાકાંઠે મોરબી-2ને પકડીને જેલ હવાલે કર્યો હતો









