હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે
SHARE
હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલા ત્રણ શખ્સો પાસા હેઠળ જેલ હવાલે
હળવદ તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની પાસા દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા ત્રણેય શખ્સને એલસીબીની ટીમ દ્વારા પકડીને રાજ્યની અલગ અલગ જેલમાં પાસા હેઠળ મોકલી આપવામાં આવેલ છે
મોરબી જિલ્લામાં દારૂ તેમજ શરીર સંબંધી ગુનાઓમાં અવારનવાર ઝડપાયેલા શખ્સો સામે પોલીસ વિભાગ દ્વારા પાસા દરખાસ્ત મોકલવામાં આવતી હોય છે તેવી જ રીતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામેની પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલાવી આપવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને મંજુર કરવામાં આવેલ છે જેથી એલસીબીની ટીમ દ્વારા અલ્પેશ રમેશભાઈ જીંજરિયા રહે. જુના ઘૂટું રોડ મોરબી, રવિ રમેશભાઈ વિજવાડીયા રહે. જુના ઘૂટું રોડ મોરબી તથા તેજસ નરસીભાઇ લાંઘણોજા રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની પાસા હેઠળ ધરપકડ કરેલ છે અને અલ્પેશને મધ્યસ્થ જેલ વડોદરા, રવિને જિલ્લા જેલ જુનાગઢ તથા તેજસને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.









