મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને લુખ્ખાગીરી સામે વિરોધ્ધ નોંધાવ્યો


SHARE







મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને લુખ્ખાગીરી સામે વિરોધ્ધ નોંધાવ્યો

મોરબી જીલ્લામાં ખંડણીખોરના ત્રાસ વધી રહ્યો છે તેવામાં હળવદ માર્કેટ યાર્ડના વેપારીને અગાઉ ધમકી આપનારા શખ્સ દ્વારા ફરી પછી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપેલ છે જેથી કરીને આજથી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા લેવામાં આવેલ છે અને જયા સુધી ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવો નિર્ણય હાલમાં યાર્ડના વેપારીઓ દ્વારા લેવામાં આવેલ છે

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭)ને ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાએ અગાઉ કરેલી ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને કહ્યું હતું કે, “હું ભૂલી ગયો નથી” અને સરા ચોકડી પાસેથી વેપારી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવો છે” આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓમા રોષની લાગણી ફેલાઈ હતી અને ગઇકાલે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા હળવદ પોલીસે તેમજ મામલતદારને આવેદનપત્ર આપીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપનારા ખંડણીખોર શખ્સની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ હતો અને આજથી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવું  યાર્ડના વેપારીઓએ જણાવ્યુ છે






Latest News