મોરબી : હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને લુખ્ખાગીરી સામે વિરોધ્ધ નોંધાવ્યો
મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી તાલુકાના રવાપર નદી ગામે આવેલ એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં કામ દરમ્યાન દાઝી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં પખવાડીયા સુધી મોત સામે ઝઝુમ્યા બાદ ગઇકાલે સારવાર દરમિયાન મજુર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના ભરતનગર આઇટીઆઇની પાછળ આવેલ રવાપર નદી ગામે એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામ યુનીટમાં બોઇલર ઉપર કામ કરતા સમયે દાઝી ગયેલા અર્જુન બાબુભાઇ નામના ૨૯ વર્ષીય યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. છેલ્લા એક પખવાડિયા સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ મજૂર અર્જનભાઇ બાબુભાઈ (૨૯) નામના મજુર યુવાનનું ગઈકાલ તા.૧૬-૧૨ ના રાત્રીનાં દશેક વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.બી.વ્યાસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.
ચકમપર ગામે મારામારી
મોરબી તાલુકાના ચકમપર ગામે ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દિનેશ કાંતિલાલ ચૌહાણ નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવાયો હતો.બનાવની નોંધ કરીને બીટ જમાદાર આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ ઉપર ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિશાલ રામાભાઇ મુખીયા (૧૯), અનીતાબેન ભુષણભાઈ ચૌધરી (૩૫) અને ભૂષણભાઈ હરેન્દ્રભાઇ ચૌધરી (૪૫) નામના ત્રણ લોકોને ઇજાઓ થતાં તેને સારવાર માટે અત્રેની સિવિલમાં ખસેડાયા હતા.બી ડિવિઝન પોલીસ મથકના જે.એમ. જાડેજાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તે રીતે જ મોરબીના રંગપર ગામે સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતો પ્રણવ પરિતોષભાઇ બાલા નામનો ૩૦ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી પેટ્રોલ પંપ નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાયો હતો.