મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ખેતી પાકને નુકસાન કરી વીજલાઈનનો થાંભલો ઉભો કરવા બદલ જેટકો કંપનીના અધિકારી અને કર્મચારી સહિત પાંચ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ખેતીની જમીનમાં ખેડૂતની સંમતિ વગર દરવાજાને તથા પાકને નુકસાન કરીને જેટકો કંપની દ્વારા ત્યાં વીજ લાઈનનો થાંભલો ઉભો કરવામાં આવ્યો હતો અને તેના માટેનું વળતર ખેડૂતને ચૂકવવાના બદલે અન્યને ચૂકવવામાં આવ્યું હતું આમ ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં વૃદ્ધ ખેડૂતની ફરિયાદ લઈને જેટકો કંપનીના અધિકારી, કર્મચારી તેમજ પંચક્યાંસમાં સાક્ષી તરીકે સહી કરનારાઓની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ માળિયા મીયાણાના મોટા દહિસરા ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલ પાટીદાર ચોક પાસે તીર્થરાજ મધુવન પાર્ક શેરી નંબર 5 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ અવાડીયા (61) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેટકો કંપનીના જવાબદાર અધિકારી, કર્મચારી તેમજ જેટકો કંપનીના અધિકારી જે.એમ.વિરમગામ તથા પંચક્યાસમાં સહી કરનાર બે વ્યક્તિઓ આમ કુલ મળીને પાંચ લોકોની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં ફરિયાદીના કબજા ભોગવતા વાળી સર્વે નંબર 576/1 પૈકી 2 વાળી ખેતીની જમીનમાં તેઓની મંજૂરી વગર પ્રવેશ કરીને દરવાજાને તથા ખેતીના પાકને નુકસાન કર્યું હતું અને જેટકો કંપનીનો 132 કેવી વીજ લાઈનનો થાંભલો એપી- 4 વાળો ખેતરના પ્રવેશદ્વાર પર નાખીને ફરિયાદીને વળતર નહીં ચૂકવીને વળતર ચૂકવવા કરવામાં આવેલ પંચકયાસના બે સાક્ષીઓએ ખોટી સહી કરી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ફરિયાદીના સર્વે નંબર 576 /1 પૈકી 2 વાળી જમીનના બદલે સર્વે નંબર 576 /1 પૈકી 1 ના માલિક કચરા લાખાભાઈને 2,66,915 નું વળતર ચૂકવી ફરિયાદી સાથે 2,66,915 ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, ફરિયાદી દ્વારા અગાઉ વર્ષ 2018 થી 2025 સુધીમાં અનેક જગ્યાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી, આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમજ કાનૂની પ્રક્રિયા કરવામાં આવી ત્યારબાદ તેઓની ફરિયાદ પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે.






Latest News