મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે પગપાળા જઈ રહેલ બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા


SHARE









મોરબીના નવા નાગડાવાસ ગામ પાસે પગપાળા જઈ રહેલ બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા

મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નવા નાગડાવાસ ગામના પાટીયા પાસેથી બે યુવાનો પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી તે બંનેને હડફેટે લેતા એક યુવાનને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ જ્યારે બીજા યુવાનને માથામાં અને શરીરે ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં માળિયા ફાટક પાસે વિદ્યુતનગર ના ખૂણા નજીક રહેતા જયેશભાઈ ઉર્ફે જલો પ્રભાભાઇ ઉકાવા (21)એ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નવા નાગડાવાસ ગામના પાટીયા પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ કિસ્મત કાઠીયાવાડી હોટલ પાસેથી તા. 17/9/25 ના રોજ રાતે સાડા બાર વાગ્યે તેઓ તથા સન્નીભાઈ કગથરા પગપાળા ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલાકે પાછળથી તેઓને હડફેટે લેતા સનીભાઈ કગથરાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થવાને કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીને માથામાં તથા શરીરને ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકે બનાવની પોલીસને જાણ કરી ન હતી અને પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈ ગયેલ છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News