રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ


SHARE







મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ દરિયાલાલ સ્ક્વેર નામના શોપિંગ સેન્ટરની અંદર નીચેના ભાગમાં માધવ સુઝુકી નામનો શોરૂમ આવેલ છે અને તે શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આસપાસના વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બનાવ અંગેની શોરૂમના સંચાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ મોરબી મહાપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના સાંજના સમયે શોરૂમમાં બની હતી જો કે, શોરૂમ તે સમયે બંધ હતો પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી.






Latest News