રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબી નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમાં આવી જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસે સાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરતો યુવાન કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવડિયાની કેનાલ પાસે આવેલ લીયોના સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંજયભાઈ રાકેશભાઈ (18) નામનો યુવાન સિરામિક કારખાનામાં કામ કરતો હતો દરમિયાન ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં કન્વેયર બેલ્ટની ટોલકીમાં આવી જવાના કારણે તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

ધોરાજીના રહેવાસી મામદભાઈ કાસમભાઈ ઠેબા (62) નામના વૃદ્ધ બાયપાસ રોડ ઉપર આવેલ વિરાટ હોટલ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધા સારવારમાં

જામનગર જિલ્લાના વીજળીયા કાલાવાડના રહેવાથી નંદુબેન મોહનભાઈ ગોંડલીયા (90) નામના વૃદ્ધા સ્વામિનારાયણ મંદિર પાસેથી બાઈકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News