દ્વારકાથી પરત આવતા સમયે મોરબી નજીક બાઇક સ્લીપ થઈ જતા ઈજા પામેલ બે યુવાન સારવારમાં
મોરબી કલેક્ટરના જાહેરનામાની ઐસી તૈસી !: ખાખરા ગામ પાસે મેજર બ્રિજ ઉપર ભારે વાહનોની બેરોકટોક અવાર જવર
SHARE
મોરબી કલેક્ટરના જાહેરનામાની ઐસી તૈસી !: ખાખરા ગામ પાસે મેજર બ્રિજ ઉપર ભારે વાહનોની બેરોકટોક અવાર જવર
રાજ્યમાં જયારે પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી ઘટના બને છે ત્યારે તંત્ર દોડતું થાય છે પછી ઘણી જગ્યાએ તંત્ર ગંભીર બેદરકારી રાખે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામ પાસે આજી નદી ઉપરનો મેજર બ્રિજ આવેલ છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે જો કે, કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી કરવામાં આવતી નથી.
ટંકારા તાલુકામાં લતીપર સાવડી રોડ ઉપર આજી નદી પસાર થાય છે અને તેના ઉપર મેજરબ્રિજ આવેલ છે આ બ્રિજની મરામતની કામગીરી કરવા માટે સરકારમાંથી કુલ મળીને 1.75 કરોડ રૂપિયા મંજૂર કરવા આવેલ છે અને બ્રિજની મજબૂતી વધે તેના માટે હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે જો કે, કામ શરૂ કરવામાં આવ્યું તે પહેલા બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી માટે કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા કલેક્ટરને દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેના આધારે બ્રિજનું મરામત કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રક, ડમ્પર, મોટી એસટી બસ સહિતના ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવા માટેનું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે, તે જાહેરનામા લેશ માત્ર અમલવારી કરવામાં આવતી નથી.
મોરબી માર્ગ મકાન વિભાગના વર્ક આસી. જય દુબરિયા પાસેથી મળેલ માહિતી મુજબ ગત તા 14/8/25 થી મોરબીના કલેક્ટર દ્વારા બ્રિજ ભારે વાહન માટે બંધ હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેની સાથો સાથ જામનગરથી મોરબી અને કચ્છ બાજુ આવતા અને જતાં વાહનો માટેના વૈકલ્પિક રસ્તા પણ આપવામાં આવેલ છે જેમાં ધ્રોલ થી પડધરી, મીતાણા અને ટંકારા થઈને મોરબી આવી તેમજ જઈ શકાશે તેવી જ રીતે ધ્રોલ થી પીપળીયા ચોકડી થઈને મોરબી તેમજ કચ્છમાં આવી તેમજ જઈ શકાશે તેવી સૂચના આપવામાં આવી હતી
પરંતુ તે રસ્તા ઉપરથી વાહનની અવાર જવર કરવામાં આવે તેઓ કિલો મીટર તેમજ ખર્ચ વધી જાય છે જેથી કરીને ભારે વાહનના ચાલકો દ્વારા કલેક્ટરના જાહેરનામાની ઐસી તૈસી કરીને બ્રિજનું મરામત કામ ચાલી રહ્યું છે તો પણ બ્રિજ ઉપરથી જ ભારે વાહનોને પસાર કરવામાં આવે છે જે સ્થાનિક પોલીસ અધિકારી સહિતના સ્ટાફની ઘોરબેદરકારી છે તેવુ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી અને આટલા જ માટે આજની તારીખે પણ આ બ્રિજ ઉપરથી સતત ભારે વાહનો દોડતા જોવા મળી રહ્યા છે.
કચ્છ અને મોરબીથી જામનગર બાજુ આવતા અને જતાં ભારે વાહનોની સંખ્યા ખૂબ જ મોટી છે અને આ વાહન ચાલકોને સાવડીથી લતિપર વાળો રસ્તો આવવા જવા માટે શોર્ટ કટ છે જેથી વાહન ચાલકો પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારની રોક ટોક વગર તેના ભારે વાહન મરામત માટે બંધ કરવામાં આવેલ મેજરબ્રિજ ઉપરથી લઈને પસાર થાય છે પરંતુ જો અહી ગંભીરા બ્રિજ જેવી કોઈ દુર્ઘટના બને તો તેના માટે પોલીસ અધિકારી અને કર્મચારીને જવાબદાર ગણીને કલેક્ટર તેમજ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.