મોરબી કલેક્ટરના જાહેરનામાની ઐસી તૈસી !: ખાખરા ગામ પાસે મેજર બ્રિજ ઉપર ભારે વાહનોની બેરોકટોક અવાર જવર
મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું
SHARE
મોરબી–માળિયા તાલુકાની ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમનું સ્નેહ મિલન યોજાયું
“સમાજનો સાથ એજ સમાજનો વિકાસ” ના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી–માળિયા તાલુકા દ્વારા નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો ભવ્ય સત્કાર સમારોહ અને સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટે જુદાજુદા સેંટરોમાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં ગુજરાત ચુવાળીયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ આગામી તા 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગ્યે યોજાનારા મહાસંમેલન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ ટિંબાવાળી મેલડી માતાજીનાં મંદિરે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે મોરબી–માળિયા તાલુકાના નવ નિયુક્ત ગામ સમિતિના હોદેદારોનો સત્કાર સમારોહ અને સ્નેહમિલન પણ યોજાયું હતું આ કાર્યક્રમ દરમિયાન નવા હોદેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને સંગઠન દ્વારા આગામી સમયમાં સમાજમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટેના આયોજનો કરવા માટેનો સંકલ્પ કરવામાં આવેલ હતો. આ કાર્યક્ર્મના મુખ્ય આયોજકો જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ સુરેલા, મોરબી તાલુકાનાં પ્રમુખ જીતેશભાઈ પરમારમ શહેરના પ્રમુખ યોગેશભાઈ ઉઘરેજા તેમજ વિજયભાઈ દેગામા, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ ઠાકોર, ભરતભાઈ પરમાર, ભરતભાઈ સરવૈયા વિગેરે હતા.