મોરબીના રવાપર નદી ગામે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ટ્રક ચાલકે કારને હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે હાલમાં બાયપાસ ઉપર ફલાઇઓવર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે જેને લઇને વાહન ચાલકો માટે સાઇડમાં અધ્ધકચ્ચરા રોડ બનાવામાં આવેલ છે તે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહનોમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે.
ત્યારે આજે સવારના સમયે ગોકુલનગર બાજુથી બહાર નીકળતી કારને બાયપાસ રોડ પરથી પસાર થઇ રહેલા એક ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી.જેથી કરીને કાર દિવાલ અને ટ્રકની વચ્ચે સેન્ડવીચ થઇ જતા કારમાં મોટા પ્રમાણમાં નુકશાની થઇ હતી અને સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી પરંતુ ટ્રક ચાલકની બેદરકારીના કારણે કાર ચાલકને માથામાં ઇજા થઇ હતી અને કારમાં મોટુ નુકશાન થયું છે.અવાર નવાર આવા વાહન અકસ્માતો સર્જાતા હોય છે.હાલમાં વાહન અકસ્માત થવાના કારણે ભક્તિનગર બાયપાસ પાસે ટંકારા બાજુથી કંડલા બાયપાસ જતા રોડ ઉપરના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે અને ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત થયો હોવાનું પણ લોકો કહી રહ્યા છે.