મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા પોલીસ સ્ટેશન સામેથી 50 બોટલ દારૂ ભરેલ કાર સાથે મહિલા સહિત બે વ્યક્તિ પકડાયા


SHARE









ટંકારા પોલીસ સ્ટેશન સામેથી 50 બોટલ દારૂ ભરેલ કાર સાથે મહિલા સહિત બે વ્યક્તિ પકડાયા

ટંકારા પોલીસ સ્ટેશન સામેના ભાગમાંથી પસાર થઈ રહેલ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી દારૂની 50 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને 4,75,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં બેઠેલ મહિલા સહિત બે વ્યક્તિને પકડવામાં આવ્યા હતા અને એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી ત્રણ વ્યક્તિ સામે નામ જોગ તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને ટંકારા પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટ મોરબી હાઇવે રોડ પર આવેલ ટંકારા પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલી ઓરા કાર નંબર જીજે 36 એજે 2958 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દારૂની 50 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 65000 ની કિંમતનો દારૂ તથા 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 4,00,000 ની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,75,000 ની કિંમતના મુદ્દામાલ સાથે ગાડીમાં બેઠેલ સંજયભાઈ દેવદાનભાઈ ડાંગર (34) રહે. જસાપર તાલુકો માળીયા અને જ્યોતિબેન સંદીપભાઈ ધરજીયા (34) રહે. નવાગામ આણંદપર રંગીલા મેઈન રોડ બુટ ભવાની મંડપની બાજુમાં તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન રામદેવસિંહ ગોહિલ રહે. રાજકોટ વાળાનું નામ સામે આવ્યું હતું જેથી મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે નામ જોગ તથા જેના નામ તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News