વાંકાનેરના રાતીદેવરી ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ
SHARE
મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ
મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહેતા શખ્સનાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા મળે રહેતા સુનિલભાઈ મહેતાના મકાનમાં દારૂનો જથ્થો હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર થેલામાંથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ હેમરાજભાઈ મહેતા (33) રહે. હાલ માળિયા ફાટક પાસે સુંદરમ એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે મોરબી મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેમજ બીયર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે









