મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ
મોરબીના રવાપર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધને માથામાં પાંચ ટાંકા આવ્યામ હેમરાજ જેવી ઈજા
SHARE
મોરબીના રવાપર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધને માથામાં પાંચ ટાંકા આવ્યામ હેમરાજ જેવી ઈજા
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ચાલીને જઈ રહેલા વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને પાંચ ટાંકા આવ્યા હતા અને હેમરાજ જેવી ઈજા થયેલ હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ સ્થળ ઉપરથી નાસી ગયેલ બાઈક ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામ ટાઉનશિપમાં શ્રીરામ હાઈટ્સ બ્લોક નંબર 102 માં રહેતા લાલજીભાઈ રૂગનાથભાઇ વસાણીયા (64) એ બાઈક નંબર જીજે 36 એજી 0785 સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ઘુનડા રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે ઇજા થવાના લીધે પાંચ ટાંકા આવ્યા હતા અને માથામાં હેમરાજ જેવી ઈજા થયેલ હતી જો કે, અકસ્માત સર્જીને બાઇક ચલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









