જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા દીક્ષાર્થી મુમુક્ષુ વિધિબેન મહેતાની થાનગઢ ખાતે શોભાયાત્રા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રહેતા દીક્ષાર્થી મુમુક્ષુ વિધિબેન મહેતાની થાનગઢ ખાતે શોભાયાત્રા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેન મહેતા દિક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં શ્રી સ્થાનકવાસી જૈનસંઘ થાનગઢ ખાતે સાધના સમ્રાટ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામિની હાજરીમાં કાર્યકમ યોજાયો હતો અને તેઓ ૧૨ વર્ષ પછી થાનગઢ ખાતે આવ્યા છે અને જોગાનું જોગ ૮૧ મા જન્મ દિવસની નવલ ભાવ વંદનાનો સહિતનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોરબી, રાજકોટ, ચોટીલા, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, સરા અને અમદાવાદથી ૬૦૦ ભાવિકો તેમજ ગુરુભક્તો આવ્યા હતા.

કામળી વહોરાવવાનો લાભ ભાવ ગુરુભક્ત ગિરિશભાઈ ગાંધીએ લીધો હતો અને જીવદયા ભાવ અનુકંપામાં 3.૦૬ લાખનો ફંડ થયો હતો. ઉપરાંત ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી ૧.૦૮ લાખનો ચેક અર્પણ કરાયો હતો. અને સંઘ પ્રમુખ હરેશભાઈ દોઢીવાળાએ મુમુક્ષુ વિધિબેનની ભવ્ય શોભાયાત્રાનો લાભ લીધો હતો. થાનગઢનાં રાજમાર્ગો પર સંયમીનો જય જયકારનાં નારા સાથે શોભાયાત્રા નીકળી હતી ત્યારે માર્ગો સંયમીનો જય જયકારનાં નારાથી ગુંજી ઉઠ્યા હતા. ત્યાર બાદ સ્વામીવાત્સલ્ય સંઘ જમણ, દરેક ભાવિકોને ભાવ ગુરુચરણ પ્રતિમા તથા થાનગઢના દરેક ઘરમાં મુંબઈનો હલવો બુંદીનો લાડુ અને રોકડ રૂપિયાની પ્રભાવના થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીજ્ઞેશભાઈ શેઠ, પારસ શાહ, ભરત તુરખીયા, વિવેક સંઘવી, અંક્તિ દોઢીવાળા, પ્રતિક દોઢીવાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News