બમણી કરતાં વધુ આવક :હળવદના માનસર ગામના ખેડૂતો રૂટિન ખેતી છોડીને શેરડીનો પાક લેતા ખેડૂતો થયા માલામાલ
તંત્રનો સપાટો: મોરબીના નહેરૂ ગેટ ચોકમાંથી લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણો દૂર, વેપારીઓને કર્યો 20 હજારથી વધુનો દંડ
SHARE
તંત્રનો સપાટો: મોરબીના નહેરૂ ગેટ ચોકમાંથી લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણો દૂર, વેપારીઓને કર્યો 20 હજારથી વધુનો દંડ
મોરબીની આન બાન અને શાન સમાન નહેરુ ગેટ ચોક દબાણ મુક્ત થાય તેના માટે મહાપાલિકા દ્વારા આ અગાઉ દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ છેલ્લા દિવસોથી ફરી પાછા લારી, ગલ્લા સહિતના દબાણ થઈ ગયા હતા જે મહાપાલિકાના અધિકારીના ધ્યાન ઉપર આવતાની સાથે જ અધિકારીઓની ટીમ આજે મોડી સાંજે મોરબી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી હતી અને ત્યાં લારી, ગલ્લા, પાથરણા સહિતના 60 થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી 20 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારમાંથી દબાણ દૂર કરવા માટેની કામગીરી કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે તેવી જ રીતે અગાઉ મોરબીના નહેરુ ગેટ ચોકમાં કરવામાં આવેલ લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ થોડા સમય માટે મોરબીનો નેહરુ ગેટ ચોક દબાણ મુક્ત રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણો ફરી પાછા ચોકમાં ગોઠવાઈ ગયા હતા જે બાબત મહાપાલિકાના કમિશનર તથા ડેપ્યુટી કમિશનરના ધ્યાન ઉપર આવી હતી જેથી મંગળવારે મોડી સાંજે ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સહિતનો કાફલો નહેરુ ગેટ ચોકમાં પહોંચ્યો હતો અને ત્યાં લારી, ગલ્લા, પાથરણા સહિતના જે દબાણ હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને જે વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની પાસેથી 20 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં માહિતી આપતા ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે નહેરુ ગેટ ચોકની આસપાસમાં અને લોહાણાપરા વિસ્તારમાં જે કોઈ લારી, ગલ્લા, પાથરણા સહિતના દબાણો છે તે કાયમી ધોરણે દૂર થાય તેના માટે થઈને અહીંયા આગામી આઠ દિવસ સુધી મહાપાલીકા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે અને અહીંયાથી કાયમી ધોરણે દબાણો દૂર થાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે









