મોરબી રોટરી ક્લબની ટીમે મંગલમૂર્તિ શાળાના બાળકોને લાલો ફિલ્મ દેખાડી
SHARE
મોરબી રોટરી ક્લબની ટીમે મંગલમૂર્તિ શાળાના બાળકોને લાલો ફિલ્મ દેખાડી
મોરબીમાં આવેલ મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના બાળકોને મોરબી રોટરી ક્લબ દ્વારા લાલો ફિલ્મ દેખાડવામાં આવી હતી અને મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે દિવ્યાંગ બાળકોએ લાલો ફિલ્મની મજા માણી હતી. ત્યારે રોટરી કલબના પ્રકાશભાઈ દોશી, ગીતાબેન દોશી, સોનલબેન શાહ, અમિતભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામના સ્પોન્સર પ્રકાશભાઈ દોશી અને ગીતાબેન દોશી હતા તથા બાળકોને સોનલબેન શાહ તેમજ સ્કાય મોલના મેનેજર રાજુભાઈ ભટ્ટ દ્વારા નાસ્તો આપવામાં આવેલ હતો. તેવી માહિતી રોટરી કલબના રસેશભાઈ મહેતા પાસેથી જાણવા મળેલ છે.