મોરબીમાં રહેતા દીક્ષાર્થી મુમુક્ષુ વિધિબેન મહેતાની થાનગઢ ખાતે શોભાયાત્રા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં રહેતા દીક્ષાર્થી મુમુક્ષુ વિધિબેન મહેતાની થાનગઢ ખાતે શોભાયાત્રા સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધિબેન મહેતા દિક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં શ્રી સ્થાનકવાસી જૈનસંઘ થાનગઢ ખાતે સાધના સમ્રાટ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામિની હાજરીમાં કાર્યકમ યોજાયો હતો અને તેઓ ૧૨ વર્ષ પછી થાનગઢ ખાતે આવ્યા છે અને જોગાનું જોગ ૮૧ મા જન્મ દિવસની નવલ ભાવ વંદનાનો સહિતનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મોરબી, રાજકોટ, ચોટીલા, વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, સરા અને અમદાવાદથી ૬૦૦ ભાવિકો તેમજ ગુરુભક્તો આવ્યા હતા.
કામળી વહોરાવવાનો લાભ ભાવ ગુરુભક્ત ગિરિશભાઈ ગાંધીએ લીધો હતો અને જીવદયા ભાવ અનુકંપામાં 3.૦૬ લાખનો ફંડ થયો હતો. આ ઉપરાંત ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ તરફથી ૧.૦૮ લાખનો ચેક અર્પણ કરાયો હતો. અને સંઘ પ્રમુખ હરેશભાઈ દોઢીવાળાએ મુમુક્ષુ વિધિબેનની ભવ્ય શોભાયાત્રાનો લાભ લીધો હતો. થાનગઢનાં રાજમાર્ગો પર સંયમીનો જય જયકારનાં નારા સાથે શોભાયાત્રા નીકળી હતી ત્યારે માર્ગો સંયમીનો જય જયકારનાં નારાથી ગુંજી ઉઠ્યા હતા. ત્યાર બાદ સ્વામીવાત્સલ્ય સંઘ જમણ, દરેક ભાવિકોને ભાવ ગુરુચરણ પ્રતિમા તથા થાનગઢના દરેક ઘરમાં મુંબઈનો હલવો બુંદીનો લાડુ અને રોકડ રૂપિયાની પ્રભાવના થઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીજ્ઞેશભાઈ શેઠ, પારસ શાહ, ભરત તુરખીયા, વિવેક સંઘવી, અંક્તિ દોઢીવાળા, પ્રતિક દોઢીવાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી.









