જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીનો સૌ પ્રથમ વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે ચક્કરવાળા રોડ ઉપર મહાપાલિકાની ટીમે કાચા-પાકા 25 થી વધુ દબાણો તોડી પાડ્યા


SHARE







મોરબીનો સૌ પ્રથમ વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવા માટે ચક્કરવાળા રોડ ઉપર મહાપાલિકાની ટીમે કાચા-પાકા 25 થી વધુ દબાણો તોડી પાડ્યા

મોરબીમાં સામાકાંઠે હાઉસિંગ બોર્ડથી નેશનલ હાઈવે સુધી જવાનો રસ્તો નવો બનાવવા માટેની કામગીરી ગણતરીના દિવસોમાં શરૂ થવાની છે ત્યારે પહેલા આજે મહાપાલિકાની ટીમ દ્વારા ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી અને રોડ સાઈડમાં જે કાચા પાકા ઓરડીઓ દિવાલો સહિતના દબાણો હતા તે તમામ તોડી પાડવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં મોરબીનો સૌ પ્રથમ નવી ટેકનોલોજી સાથેનો વ્હાઇટ ટોપીંગ રોડ બનશે તેવું કમિશનરે જણાવ્યું હતું

મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા વન ડે વન વિક અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં રોડ સાઈડના દબાણોને તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે વિસ્તારમાં રોડ રસ્તા નવા બનાવવા માટેની કામગીરી કરવાની થતી હોય ત્યાં પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે મોરબી શહેરના વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડથી નિત્યાનંદ સોસાયટી થઈને નેશનલ હાઈવે રોડ સુધી જવાનો દોઢ કિલો મીટરનો રસ્તો આવેલ છે તે ચક્કરવાળા રસ્તા તરીકે ઓળખાય છે અને આ રસ્તામાં બંને સાઈડે રહેણાંક મકાનમાં ઓરડીઓ તથા દીવાલો સહિતના કાચા પાકા બાંધકામો કરી લેવામાં આવ્યા હતા. જેને તોડી પાડવા માટે અગાઉ સ્થાનિક લોકોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકો દ્વારા પોતાના દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા જેથી આજે મહાપાલિકાની ટીમ દ્વારા બે જેસીબીને કામે લગાડીને રોડ સાઈડમાં કરેલા દબાણોને તોડી પાડવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને લગભગ 25 કરતાં વધુ પાકા સહિતના તમામ દબાણને તોડી પાડવામાં આવ્યા હતા વધુમાં કમિશનર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી ગણતરીના દિવસોમાં ચક્કરવાળો રોડ નવો બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અને નવી અધ્યતન ટેકનોલોજી સાથે લગભગ સાડા છ કરોડથી વધુના ખર્ચે મોરબીમાં સૌ પ્રથમ વાઈટ ટોપીંગ રોડ અહી બનાવવામાં આવશે.






Latest News