મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા રેલ્વે સ્ટેશન પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના બરવાળા રેલ્વે સ્ટેશન પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

 

મોરબીના નવલખી હાઈવે ઉપર બરવાળા ગામે રેલ્વે સ્ટેશનની પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ટ્રકના ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લીધો હતો. જે બનાવમાં ઘવાયેલ યુવાનનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.

 પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના બરવાળા ગામે નવલખી હાઈવે ઉપર રેલ્વે સ્ટેશનની નજીક ગઈકાલ તા.9ના રોજ રાત્રીના નવેક વાગ્યે બાળક લઈને જઈ રહેલા રાજીવરંજન નાગેશ્વરભાઈ ઝા (ઉમર 42)ના બાઈકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધુ હતું. આ બનાવમાં ગંભીરપણે ઘવાયેલ હાલતમાં રાજીવરંજન ઝાને અત્રેની આયુષ હોસ્પીટલે લઈ જવાયો હતો.જોકે ટુંકી સારવારમાં તેમનું મોત નિપજતા મૃતદેહ પીએમ માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો. બનાવને પગલે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ શરૂ કરેલ છે.

દારૂના ગુનામાં અટકાયત
 મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે. ડાંગરે દારૂના ગુનામાં અંકિત દિપકભાઈ સોલંકી વાળંદ (29) રહે. શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ ટી.કે. હોટલ પાસે ત્રાજપર સામે મોરબી-2ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે મોરબીના લાલપર ગામે રામજી મંદિર વાળી શેરીમાં રહેતા જીજ્ઞેશ ભીખુભાઈ ટાટમીયા (27) નામના આહીર યુવાનની અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગના હેડ કોન્સ. દિનેશભાઈએ મોરબી ખાતેથી અટકાયત કરી તપાસના ગામે તેને અમદાવાદ લઈ ગયેલ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા
 મોરબી માધાપર મેલડી માતાજી મંદિર પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા વર્ષાબેન સવજીભાઈ પીપળીયા (18) રહે. મોરબી અને હચુબેન અર્જુનભાઈ લીંબડ (45) રહે. જામનગરને ઈજાઓ થતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા. જયારે વાંકાનેરના તીથવા ગામે રોટાવેટર મશીનમાં પગ આવી જતા ઈજા પામેલ જુબેરભાઈ રસુલભાઈ વકાલીયા રહે. તીથવાને અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 જુનાગઢના અમૃતનગરમાં રહેતા રવજીભાઈ સોમાભાઈ ગોહેલ ઘરેથી બાઈક લઈને કારખાને કામે જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યા હોય સારવારમાં દવાખાને ખસેડાયા હતા.જયારે મોરબીના લીલાપર કેનાલ રોડેથી બાઈક લઈને જઈ રહેલા સહદેવ ગણેશભાઈ સોનગ્રા રહે. બોરીયા પાટી લીલાપર રોડને રીક્ષા ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત સહદેવ સોનગ્રાને સારવારમાં ખસેડાયો હતો.જુના નાગડાવાસ ગામે તળાવ પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ ઘોઘજીભાઈ મોહનભાઈ (ઉ.વ.62) રહે. નાગડાવાસને અહીંની શિવમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાઈક-બોલેરો અકસ્માત
 મોરબીના શાપર ગામના ઢાળ પાસે બાઈક અને બોલેરો વચ્ચે અથડામણ થતા ઈજા પામેલા હસીનાબેન પરબતભાઈ સામતાણી (46) રહે. ચીખલી તા. માળીયામીંયાણાને અત્રેની સાગર ઓર્થોપેડીક હોસ્પીટલે ખસેડાયા હતા. મોરબીના સાદુળકા ગામે વાડી વિસ્તારમાં શિવમ સુમારભાઈ ભયડીયા નામનો 30 વર્ષનો યુવાન કોઈ કારણોસર દવા પી જતા સારવાર માટે ખસેડાયો હતો તેમ પોલીસે જણાવેલ છે.

બાળક સારવારમાં
 મોરબી-હળવદ રોડ નીચી માંડલ પાસે સિરામીક યુનીટના લેબર કવાટરમાં રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા નિશા મુન્નાભાઈ કનેશ (ઉ.1)ને અત્રેની શિવમ હોસ્પીટલે ખસેડાયલ હતી જયારે નાગડાવાસ ગામે વાડી વિસ્તારમાં ભાણુભાઈની વાડીએ રોજડા (જંગલી પ્રાણી)એ પેટના ભાગે પગ મારી દેતા નાનુબેન ગુલાભાઈ સોલંકી (18)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News