મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રોડ માટે બૅન્ક એકાઉન્ટ આપવા સબબ કુલ 15 સામે સાયબર ક્રાઇમના 4 ગુના નોંધાયા: 6 ની ધરપકડ


SHARE













મોરબીમાં ફ્રોડ માટે બૅન્ક એકાઉન્ટ આપવા સબબ કુલ 15 સામે સાયબર ક્રાઇમના 4 ગુના નોંધાયા: 6 ની ધરપકડ

સમગ્ર દેશની અંદર સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા સાયબર ફ્રોડ કરીને જે બેન્ક એકાઉન્ટમાં નાણા મેળવવામાં આવ્યા હોય તેવા મ્યુલએકાઉન્ટનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા હોય તે એકાઉન્ટના ધારક તથા તેની સાથે જોડાયેલા શખ્સોની સામે હવે સાયબર ફ્રોડના ગુના દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના એક જ દિવસમાં ચાર ગુના નોંધાયેલા છે જેમાં બેંક એકાઉન્ટમાં લોકોના લાખો રૂપિયાની રકમ સાઈબર ફ્રોડ કરીને મેળવી લીધા બાદ ચેકથી કે એટીએમ મારફતે વીડ્રો કરીને તે રકમને સગેવગે કરી નાખી હતી હાલમાં કુલ 15 શખ્સો સામે નોંધાયેલ ગુનામાં 6 આરોપીઓને પકડીને પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.પી.વ્યાસ દ્વારા હાલમાં યશપાલ જીતેન્દ્રભાઈ દવે અને રજનીભાઈ કાંતિભાઈ પટેલ રહે. બંને અરુણોદયનગર સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, યશપાલ દવેના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા હતા અને તે નાણા ચેકથી વીડ્રો કરી આ રકમ તેણે રજનીભાઈ પટેલને આપી હતી. આટલું જ નહીં આરોપીના બેન્ક એકાઉન્ટમાં આવતા રૂપિયા સાયબર રોડના હોવાનું જાણતા હોવા છતાં આર્થિક લાભ લેવા માટે લાગતા વળગતાઓ સાથે ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી અલગ અલગ એજન્ટો મારફતે તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ થી આવેલી રકમને ચેક મારફતે ઉપાડીને એકબીજાની મદદ કરતા હતા જેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં આરોપી યશપાલ જીતેન્દ્રભાઈ દવે રહે. અરુણોદયનગર વાળાની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મહિપાલસિંહ વાળાએ વર્સ વિરેન્દ્રસિંહ ધામા રહે. વૃંદાવન પાર્ક કર્ણાવતી હોટલ પાસે મોરબી, આયુષરાજસિંહ જાડેજા તેમજ દિવ્યરાજસિંહ જાડેજા રહે. બંને અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ત્રણેય આરોપીઓએ લાગતા વળગતા ઈસમો સાથે સાયબર ફ્રોડ કરવા માટે સિન્ડિકેટ ચેનલ બનાવી હતી અને સંગઠિત અપરાધ કરવા ગુનાહિત કાવતરું કર્યું હતું અને અલગ અલગ રાજ્યના જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વિશ્વાસઘાત કે છેતરપિંડી કરીને સાઇબર ફ્રોડથી મેળવેલ રકમ સગેવગે કરી હતી. જેમાં વર્સ ધામા ના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી રકમ જમા કરાવી હતી અને તે રકમને ચેકથી તથા એટીએમ થી વિડ્રો કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં હાલમાં આરોપી વર્સ વિરેન્દ્રસિંહ ધામા રહે. વૃંદાવન પાર્ક કર્ણાવતી હોટલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

તો પોલીસ કર્મચારી જયપાલસિંહ અજીતસિંહ ઝાલાએ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ પરસોતમભાઈ બારડ, રહે નવલખી રોડ રણછોડ નગર મોરબી, રોહિતભાઈ બચુભાઈ મુંજારિયા રહે. હાલ મહેન્દ્રપરા શેરી નંબર 14 મોરબી, રાહુલ બચુભાઈ મુંજારિયા રહે. રવેચી બંગલો વાળી શેરી રવાપર મોરબી, રાજા રામભાઈ મકવાણા રહે. દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના મોરબી, લક્ષ્મણભાઈ ભરવાડ રહે. વાવડી રોડ મનીષ વિદ્યાલય પાસે મોરબી અને મનીષભાઈ ડાયાભાઈ દોશી રહે. નવા બસ સ્ટેશન સામે સદગુરુ પાન વાળી શેરી મોરબી તેમજ તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તમામ આરોપીઓએ લાગતા વળગતાઓની સાથે મિલાપીપણું કરીએ ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાઇબર ફ્રોડની રકમ મેળવીને તેને સગે વગે કરવા પોતાના અલગ અલગ એજન્ટોને નીમીને આર્થિક લાભ મેળવ્યો હતો તેમજ લાલચ આપીને તેઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી તે રકમ ચેકથી વીડ્રો કરી રોકડા રૂપિયા મેળવી સાયબર ફ્રોડના નાણાને સગેવગે કર્યા હતા જેથી પોલીસે 6 શખ્સની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં ભરતભાઈ પરસોતમભાઈ બારડ, રોહિતભાઈ બચુભાઈ મુંજારિયા અને રાહુલ બચુભાઈ મુંજારિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવી જ રીતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અમિતભાઈ ચંદુલાલ બાબરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા રહે આનંદ નગર શેરી નંબર 3 સનાળા રોડ મોરબી, કરણભાઈ સોમાભાઈ હળવદિયા રહે. આનંદનગર સનાળા રોડ મોરબી તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા રહે. અંધેરી મુંબઈ, હેમુભાઈ રહે. અમદાવાદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આરોપી અમિતભાઈ અને કરણભાઈએ તેઓના સંબંધોના બેન્ક એકાઉન્ટ ખોલાવડાવી તેઓની જાણ બહાર લાગતા વળગતા શખ્સો સાથે મિલાપીપણું કરીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ થી મેળવેલ નાણા સગેવગે કરવા માટે અલગ અલગ એજન્ટો આરોપી વિપુલભાઈ અને હેમુભાઈ ને નિમિને તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપી હતી અને તેઓના બેન્ક એકાઉન્ટમાં સાઈબર ફ્રોડથી રકમ જમા કરાવી તે રકમ ચેકથી વીડ્રો કરી હતી અને સાયબલ ફ્રોડથી મેળવેલા નાણા સગેવગે કરી એકબીજાની મદદગારી કરી હતી જેથી હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી આનંદભાઈ સોમાભાઈ હળવદિયા રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News