મોરબીની પીએમશ્રી તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓએ રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિરનો લાભ લીધો
મોરબી એ ડિવિઝનમાં નોંધાયેલ સાયબર ફ્રોડના બે ગુનામાં વધુ એક-એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલ 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબી એ ડિવિઝનમાં નોંધાયેલ સાયબર ફ્રોડના બે ગુનામાં વધુ એક-એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલ 4 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સાયબર ફ્રોડની બે ફરિયાદ નોંધાયેલ હતી જેમાં લાગતા વળગતાઓની સાથે મિલાપીપણું કરીએ ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું કરીને સાયબર ફ્રોડના ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કરીને મેળવેલ રકમને ચેકથી અથવા તો એટીએમથી વિડ્રો કરીને સગે વગે કરવામાં આવતી હતી જે જુદાજુદા બે ગુનામાં વધૂએ એક એક આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ પરસોતમભાઈ બારડ, રોહિતભાઈ બચુભાઈ મુંજારિયા, રાહુલ બચુભાઈ મુંજારિયા, રાજા રામભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ ભરવાડ અને મનીષભાઈ ડાયાભાઈ દોશી સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં અગાઉ ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે ત્રણેય આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે વધુ એક આરોપી મયુર વિનોદભાઇ સાગઠિયા (27) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
જયારે સાયબર ક્રાઈમને લાગતો બીજો ગુનો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આનંદભાઈ સોમાભાઈ હળવદિયા, કરણભાઈ સોમાભાઈ હળવદિયા, તથા વિપુલભાઈ રામજીભાઈ ગડા અને હેમુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં પોલીસે પહેલા આરોપી આનંદભાઈ સોમાભાઈ હળવદિયાની ધરપકડ કરી હતી અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ ગુનામાં તપાસનીસ અધિકારી પીએસઆઈ હરદેવસિંહ જાડેજા અને તેની ટીમે આરોપી ગિરિરાજસિંહ કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા (29) રહે.હાલ ભાગ્યલક્ષ્મી સોસાયટી સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.કાજુડા તા.ખંભાડિયા જી.દ્રારકા ની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.