ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

દિપાવલીના પર્વને યુનેસ્કોની અમૃત ધરોહરમાં સમાવેશ; મોરબીના મણીમંદિર ખાતે ૫ હજાર દીવડાની આરતી, ઇમારતને તિરંગા રોશનીનો શણગાર


SHARE







દિપાવલીના પર્વને યુનેસ્કોની અમૃત ધરોહરમાં સમાવેશ; મોરબીના મણીમંદિર ખાતે ૫ હજાર દીવડાની આરતી, ઇમારતને તિરંગા રોશનીનો શણગાર

ભારતીય સંસ્કૃતિમાં જે પર્વનું સવિશેષ મહત્વ છે તેવા દીપોત્સવીને યુનેસ્કો દ્વારા ઇન્ટેજીબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન મળતા દેશભરમાં હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણીમંદિર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગૌરવશાળી ક્ષણને વધાવી લઈ મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ ઉજવણીમાં અનેરા ઉત્સાહ સાથે ડિસેમ્બરમાં દિવાળી ઉજવાતી હોય એવા ભાવ સાથે મણીમંદિરમાં ૫ હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તથા મણિમંદિરના મહેલ પર તિરંગાનો રોશની શણગાર પણ કરવામાં આવ્યો હતો. મણીમંદિરમાં દિવાળીના પર્વમાં કરવામાં આવે એ રીતે ઠેર ઠેર રંગોળીઓ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મોરબીના રાજ્યકક્ષાએ વિજેતા બનેલી બાળાઓ અને બાળકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉપરાંત કલેકટર સહિતના મણી મંદિરની અંદર આવેલા લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, મહાકાળીમાં સહિતના મંદિરોમાં દેવી દેવતાઓને આરતી પણ ઉતારી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News